પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષી બેઠક કરી રહ્યા છે. દરમિયાન બંને દેશ વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરાર થવાની શક્યતા છે. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોનું સ્વાગત કર્યું હતું. શ્રી સુબિયાન્તોને ગાર્ડ ઑફ ઑનર અપાયું હતું.
Site Admin | જાન્યુઆરી 25, 2025 2:51 પી એમ(PM) | પ્રધાનમંત્રી
નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે બેઠક શરૂ
