નવી દિલ્હીમાં કર્તવ્યપથ ખાતે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો ‘આનર્તપુરથી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ને લોકપ્રિય પસંદગી વિભાગમાં શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ઉત્તરપ્રદેશનાં ટેબ્લોને બીજું સ્થાન મળ્યું છે. MyGov પોર્ટલ પર ઓનલાઇન સર્વેક્ષણમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમ મળ્યો છે.
‘મહાકુંભ 2025 સ્વર્ણિમ ભારતઃ વિરાસત ઔર વિકાસ’ વિષયવસ્તુ પર આધારિત ઉત્તરપ્રદેશનાં ટેબ્લોની શ્રેષ્ઠ ટેબ્લો તરીકે પસંદગી થઈ છે, જ્યારે ત્રિપુરાનો ટેબ્લો બીજા અને આંધ્રપ્રદેશનો ટેબ્લો ત્રીજા ક્રમે આવ્યો છે.
કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં આદિવાસી બાબતોના મંત્રાલયના ટેબ્લો ‘જનજાતિય ગૌરવ વર્ષ’ને પ્રથમ પુરસ્કાર જાહેર કરાયો છે. બેસ્ટ માર્ચિંગ કોન્ટીજન્ટ પુરસ્કાર માટે જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની પસંદગી કરાઈ છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:26 પી એમ(PM) | ગુજરાત
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લોને ઓનલાઇન સર્વેમાં શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર
