નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે મળ્યો છે. સત્તાવાર યાદી મુજબ, વર્ષ 2024માં ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ ટેબ્લૉ, વર્ષ 2023માં ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ ટેબ્લો અને આ વર્ષે ‘આનર્તપુરથી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ ટૅબલોને સતત ત્રીજા વર્ષે ‘પૉપ્યુલર ચૉઈસ’ શ્રેણીમાં સમગ્ર દેશમાંથી સૌથી વધુ મત મળ્યા છે.
માય GOV પ્લૅટફૉર્મ દ્વારા વિવિધ ટેબ્લૉની શ્રેષ્ઠતાની પસંદગી માટે દેશવાસીઓ તરફથી ઑનલાઈન વૉટિંગ- પૉપ્યુલર ચૉઈસ પુરસ્કાર શ્રેણીમાં સૌથી વધુ મત ગુજરાતને મળ્યા છે. કર્તવ્ય પથ પર વિવિધ રાજ્ય અને સરકારના વિભાગના 31 ટેબલૉ રજૂ થયા હતા. તે બધાને પાછળ મુકી ગુજરાતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉપરાંત ટેબ્લૉના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતનો મણિયારો રાસ ત્રીજા ક્રમાંકે રહ્યો છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:09 પી એમ(PM)
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મળ્યો
