પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે અને તે નાગરિકો માટે મુસાફરીની સરળતા અને જોડાણ વધારી રહ્યું છે.નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરની પરિષદમાં મોદીએ આ મુજબ જણાવ્યું હતું. પરિષદમાં પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન એટલે કે, ICAOના 80 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે 80 હજાર વૃક્ષ વાવવાની જાહેરાત કરી હતી તેમ જ તમામ સભ્ય દેશને દિલ્હી ઘોષણાપત્રને અપનાવવા કહ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 8:19 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ઉડ્ડયન ક્ષેત્રનો મહત્વનો ફાળો
