નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં
જાહેર ક્ષેત્રની બેન્કના વિવિધ માપદંડની સમીક્ષા કરવા એક બેઠકનું આયોજન કરાયું
છે. બેન્કની સમીક્ષા સંબંધિત આ તેમની પહેલી બેઠક છે. બેઠક દરમિયાન નાણામંત્રી
સીતારામને અન્ય સભ્યો સાથે બેન્કના મહત્વપૂર્ણ સૂચક એવા, થાપણ વૃદ્ધિ, ધિરાણથી
થાપણ ગુણોત્તર અને મિલકત ગુણવત્તાની સમીક્ષા કરશે.
કેન્દ્રીય નાણામંત્રી પીએમ આવાસ યોજના, પીએમ સૌર ઘર અને પીએમ
વિશ્વકર્મા યોજના જેવી પહેલ અંતર્ગત જાહેર ક્ષેત્રની બેન્કની કામગીરીનું મુલ્યાંકન
કરશે. બેઠકમાં નાણાકીય સેવા વિભાગના સચિવ ડૉ. વિવેક જોષી, જાહેર ક્ષેત્રની
Upload Midday NATIONAL NEWS AT 1.20 TO 1.30 PM 19-08-2024 -4
બેન્કના વડા અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ ઉપસ્થિત છે. ઉપરાંત નાણામંત્રી સાંજે
પ્રાદેશિક ગ્રામીણ બેન્કની કામગીરીની સમીક્ષા પણ કરશે.