ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવી દિલ્હીમાં આવતીકાલથી બે દિવસીય ગ્લૉબલ ઇન્ડિયા AI સમિટનોપ્રાંરભ

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, આવતીકાલે નવી દિલ્હીમાં ગ્લૉબલઇન્ડિયા AI સમિટનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય સંમેલનનો હેતુAI ટેક્નૉલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતનાસમર્પણને દર્શાવતા, સહકાર તેમજ મહિતીના આદાન-પ્રદાનનેપ્રોત્સાહન આપવાનો છે. ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા વૈશ્વિક સહયોગના અધ્યક્ષ તરીકે કામ કરશે.જે અંતર્ગત સુરક્ષિત, સંરક્ષિતઅને વિશ્વાસપાત્ર AI માટે GPAI ની પ્રતિબદ્ધતાનેઆગળ ધપાવવા માટે સભ્ય દેશો તેમજ નિષ્ણાતો માટે યજમાની પણ કરશે.આ સંમેલન કમ્પ્યૂટર ક્ષમતા, આધારભૂત મૉડલ, ડેટાસેટ,એપ્લિકેશન વિકાસ, ભવિષ્યના કૌશલ, સ્ટાર્ટઅપ રોકાણ અને સુરક્ષિત AI જેવા અનેક ક્ષેત્રોમાં AIના વિકાસ મુદ્દે ધ્યાન કેન્દ્રિતકરશે. સંમેલનમાં ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ,રાજ્યમંત્રી જિતિન પ્રસાદ તેમજ સચિવ એસ. કૃષ્ણન સહિત ટેક્નૉલોજીક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો પોતાના વિચારો રજૂ કરશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ