નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમના સહભાગી દેશ જાપાન અને કેન્દ્ર દેશ વિયેતનામ તથા ઇરાન છે. આ કાર્યક્રમમાં ખાદ્ય સંસ્કરણ ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઊભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 2:27 પી એમ(PM) | નવી દિલ્હી