ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 9:37 એ એમ (AM)

printer

નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આજથી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસનો આરંભ થશે.

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ આજે બપોરે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ત્રણ દિવસીય આ રમતોત્સવમાં કુલ 250 પેરા-એથ્લીટ્સ ભાગ લેશે, જેમાં 145 ભારતીયો અને 20 દેશોના 105 આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સામેલ થશે. તેઓ 90 એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લેશે, જે તેને ભારત દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી પેરા-એથ્લેટિક્સ સ્પર્ધાઓમાંની એક હશે. ભારતીય ટુકડીનું નેતૃત્વ પેરિસ 2024 પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રવીણ કુમાર, નવદીપ સિંહ અને ધરમબીર કરશે.વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસની 12મી સીઝન ગયા મહિને દુબઈ લેગથી શરૂ થઈ હતી અને આ જુલાઈમાં ચેકિયામાં ઓલોમોક લેગ સાથે સમાપ્ત થશે. નવી દિલ્હી મીટ એ કેલેન્ડર પર બીજો તબક્કો છે. દુબઈ લેગમાં ભારત એક શ્રેષ્ઠ ટીમ સાબિત થઇ હતી, જેણે પાંચ સુવર્ણ, છ રજત અને ત્રણ કાંસ્ય સહિત 14 ચંદ્રક જીત્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ