નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે.
આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે.
સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ પરની ડ્યુટી 6.4 ટકા કરવામાં આવી છે.
પીએમ આવાસ યોજના 2.0 હેઠળ એક કરોડ શહેરી ગરીબ અને મધ્યમવર્ગનાં પરિવારો માટે આવાસ બનાવવા 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
બજેટમાં સુક્ષ્મ લઘુ, અને મધ્યમ એકમો- એમએસએમઇ અને ઉત્પાદન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામા આવી છે. ખેડૂતો માટેની સહાય જાહેર કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે, જમીન નોંધણીમાં છ કરોડ ખેડૂતોની માહિતી આપવામાં આવશે અને પાંચ રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ કર માળખામાં ફેરફાર કર્યો છે. ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ કર નહીં લાગે.
Site Admin | જુલાઇ 23, 2024 7:41 પી એમ(PM)
નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે
