નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજથી વિક્રમ સંવત 2081ના નુતન વર્ષનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં લોકો હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે નવા વર્ષને વધાવી રહ્યા છે. લોકો આજે વસ્ત્રોમાં સજ્જ થઈ નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરશે અને એકબીજાને મીઠાઈ ખવડાવી સમગ્ર વર્ષ મીઠાશથી ભરેલું રહે તથા આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવશે. રાજ્યભરના મંદિરમાં આજે વિશેષ શઇણગાર રોશની થશે.
દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભે આજે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટવર ખાતે નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન કરશે.
રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવ્યા બાદ તેઓ અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી તે પહેલાં અમદાવાદ માં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. બપોરે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ અધિકારી મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવશે.
Site Admin | નવેમ્બર 2, 2024 9:26 એ એમ (AM)
નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજથી ગુજરાતી વિક્રમ સંવત 2081ના નુતન વર્ષનો પ્રારંભ થયો
