નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા ભુવનેશ્વરના ઓડિશામાં આવતીકાલથી બે દિવસીય ચિંતન શિબિર યોજાશે. જેમાં વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ અને 2047 સુધીમાં 1800 ગીગાવોટના લક્ષ્યને હાંસલ કરવાની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે જ્યારે ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યક્રમમાં સંબોધન કરશે. આ ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય અગ્રણી નિર્ણય લેનારાઓ, નાણાકીય સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, સીઈઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના મુખ્ય અધિકારીઓને સાથે લાવવાનો છે જેઓ ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા યાત્રા માટે અભિન્ન છે. સહભાગીઓ વિવિધ વિષયોના સત્રો દ્વારા ક્ષેત્રના મુખ્ય અને ઉભરતા મુદ્દાઓ પર વિચારણા કરશે.
Site Admin | નવેમ્બર 13, 2024 2:28 પી એમ(PM)