નવા શરૂ કરાયેલા આયુષ્માન વય વંદનાકાર્ડ અંતર્ગત 70 થી વધુ વયના 10 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોની નોંધણી કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરાયું છે. આ કાર્ડ વૃદ્ધ નાગરિકોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળમફત આરોગ્ય સંભાળના લાભો મેળવવા માટે સક્ષમ બનાવે છે. 29 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયાના ત્રણ અઠવાડિયાની અંદર જ આ સીમાચિન્હ હાંસલ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું.
આયુષ્માન વયવંદના કાર્ડ હેઠળ 4 લાખ મહિલાઓએ નોંધણી કરાવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને 70 કે તેથી વધુ વયના 4 હજાર 800 થી વધુવરિષ્ઠ નાગરિકોને ફાયદો થયો છે, જેમાં 1,400 થી વધુ મહિલાઓનો સમાવેશ થાયછે. આ કાર્ડ કોરોનરી એન્જીયોપ્લાસ્ટી, હિપફ્રેક્ચર અને રિપ્લેસમેન્ટ, પિત્તાશય દૂર કરવા, મોતિયાની સર્જરી, પ્રોસ્ટેટ રીસેક્શન અને સ્ટ્રોકવગેરે સહિતની બિમારીઓની શ્રેણીને આવરી લે છે. આ પગલાનો હેતુ સાડા ચાર કરોડ પરિવારોમાંથી અંદાજે 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને લાભ આપવાનો છે. આ વય જૂથના તમામ વરિષ્ઠ નાગરિકોને યોજનાના લાભો મેળવવા માટે ABPM-JAY હેઠળ એક નવું અને અલગ કાર્ડ પ્રાપ્ત થશે અને લાયક વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલોમાં મફત આરોગ્ય સારવાર માટે વિશિષ્ટ ઍક્સેસ પ્રદાન કરશે. આ કાર્ડ માટે આવકની કોઈ મર્યાદા નિશ્ચિત કરાઇ નથી.
Site Admin | નવેમ્બર 18, 2024 2:33 પી એમ(PM)