નવા વર્ષે મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. નવા વર્ષે ભકતો ભગવાનના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત સાથે આવનારું વર્ષ દરેક માટે સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.રાજ્યના પ્રસિદ્ધ મંદિરો અંબાજી, દ્વારકા, પાવગઢ, ડાકોર, સોમનાથ, સાળંગપુર હનુમાન, ચોટીલા, શામળાજી,બહુચરાજી મંદિરોમાં નવા વર્ષ નિમિત્તે ખાસ શણગાર કરવામાં આવ્યો છે.પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. આ અંગે બનાસકાંઠાના અધિક કલેકટર કૌશિક મોદીએ વધુ માહિતી આપી.દ્વારકામાં દ્વારકાધીશોને શિશ નમાવી નવા વર્ષની શરૂઆત કરવા ભકતોનું ઘોડાપુર ઉમટયું છે.તો સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયું છે.યાત્રાધામ શામળાજીમા નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળીયાના દર્શન કરવા ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. શામળીયાને સોનાના આભુષણો સાથે શણગાર કરવામાં આવ્યો છે.સાળંગપુરમાં આવેલાસુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિરે પણ ભકતોની ભીડ જોવા મળી રહીછે. આજે કષ્ટભજન દેવને સોનાના વાઘાની શણગારવામાં આવ્યા છે. નવા વર્ષે દાદાના દર્શનકરીને ભકતોએ ધન્યતા અનુભવી હતી. દ્વારકા અને પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં ભકતો દર્શનકરવા માટે ઉમટી પડયા હતા.આજે BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગમાં એક હજાર 100થી વધુ વાનગીઓના મનોહર અન્નકુટના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતાં. અન્નકુટની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની દ્રઢતા કરાવતા તેમજ ભગવાન સ્વામીનારાયણના દિવ્ય જીવન અને કાર્યને ઉજાગર કરતા પ્રદર્શન સહજાનંદીધર્મ જયોતનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોવર્ધનપૂજાની સાથે સાથે ઇસ્કોન મંદિરમાં ગૌ-પૂજાનો પણ કાર્યક્રમ યોજાયો હતો. સવારે મંગલાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.તમામ યાત્રાધામો ઉપર દર્શનાર્થીઓની ભીડને જોતા તંત્ર દ્વારા તકેદારીના પગલાં પણ લેવાઇ રહ્યાં છે.પોલીસ ખડે પગે છે અને કોઇ પણ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ સજ્જ બની ગઇ છે.
Site Admin | નવેમ્બર 2, 2024 6:24 પી એમ(PM)