નવા વર્ષની શરૂઆતથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થતાં શિયાળાની શરૂઆત જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 36.9 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જયારે લઘુતમ તાપમાન 22 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું છે. ગાંધીનગરમાં 18.6 ડીગ્રી સેલ્સીયસ લઘુતમ તાપમાન નોંધાયું છે. જે રાજયમાં સૌથી ઓછું છે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:23 પી એમ(PM) | લઘુત્તમ તાપમાન