કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, આજથી અમલી બનેલા ત્રણ ફોજદારી કાયદા દેશની સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરશે.
તેમણે કહ્યું કે, ફોજદારી ન્યાય વ્યવસ્થા પૂર્ણ રીતે સ્વદેશી છે. કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદા વિશે માહિતી આપી હતી. શ્રી શાહે જણાવ્યું કે નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પૂર્વે માત્ર પોલીસના અધિકારોની રક્ષા થતી હતી. જોકે હવે પીડિત અને ફરિયાદીના અધિકારોનું પણ રક્ષણ થશે.
ગૃહમંત્રીએ વિપક્ષ સામે નિશાન સાધતા કહ્યું કે વિપક્ષ આ કાયદાઓ વિશે ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે.