નવસારીમાં ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ સંચાલિત સુગર સુગર ફેક્ટરીમાં આજે શેરડી પિલાણનો વિધિવત આરંભ થયો હતો. યજ્ઞ પૂજા બાદ બોઇલર પ્રજ્વલન નો પ્રારંભ કરાયો હતો. શેરડીની નવી સિઝનમાં અંદાજીત ૧૦ લાખ ટન શેરડી પીલાણ નો લક્ષ્યાંક રખાયો છે.
મહારાષ્ટ્ર, જલગાવ, ધુલિયા, શિરપુર, નિઝર, આહવા, ડાંગ સહિત અંતરિયાળ ગામો થી શ્રમજીવી મજૂરો, બળદગાડા આવી ચૂક્યા હતા. વરસાદ ની પરિસ્થિતિ આધારે શેરડી કટિંગ શરૂ કરવા માં આવશે. આ સિઝન માં ખેડૂતો એ અંદાજીત ૩૬ હજાર એકર વિસ્તારમાં લામ સહિત શેરડીનું વાવેતર કર્યું હતું. નવી પિલાણ સીઝન માં રોજિંદા ૬ હજાર ટન સાથે સિઝન માં ૧૦ લાખ ટન શેરડી પીલાણ નો લક્ષ્યાંક પાર પાડવા માં આવશે.