નવસારીના ફરતા પશુ દવાખાનાની ટીમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા.. ગઇકાલે હૈદરાબાદ ખાતે યોજાયેલા એક સમારંભમાં દરેક રાજ્યોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો. નવસારી સહિત રાજ્યની પશુ આરોગ્ય સેવાઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતા પશુ ચિકિત્સા અધિકારી ડો. ભાવિકા પટેલે ગર્વ અને હર્ષની લાગણી સાથે સરકારનો આભાર માન્યો હતો.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:02 પી એમ(PM) | નવસારી