નવલાં નોરતાની સાતમે આજે કાલરાત્રિની આરાધના થાય છે. મા નું આ સ્વરૂપ કષ્ટોનો વિનાશ કરે છે. મા કાલરાત્રિના સ્મરણ માત્રથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત આદિનો નાશ થાય છે. તેમજ ગ્રહ બાધા પણ દૂર થાય છે.
નવરાત્રીના ઉત્સવની ઉજવણી રંગેચંગે થઇ રહી છે. ખૈલૈયાઓ અવનવી વેશભૂષા ધારણ કરીને ગરબા કરી રહ્યાં છે. ત્યારે દ્વારકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું.ભરૂચના શ્રી ખોડલધામ અંકલેશ્વરમાં પારંપરિક વેશભૂષા સાથે ખેલૈયાઓ ગરબા રમી રહ્યાં છે..”આપણી દીકરી આપણા આંગણે” ની થીમ પર ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબા કર્યા હતા.. ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સંસ્થાની બહેનો અને આહીર સમાજની બહેનો દ્વારા માથે ગરબો મૂકીને ગરબા કર્યા હતા.
ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે બે દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ પરંપરાગત પોશાકો પહેરીને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:37 પી એમ(PM)