ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 10:29 એ એમ (AM) | નવરાત્રી

printer

નવરાત્રી દરમિયાન મહિલાઓની સલામતી માટે શહેર પોલીસની અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ 24 કલાક કાર્યરત

નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ સાથે અનિચ્છનીય ઘટના ન બને અને તેઓ સુરક્ષિત રીતે ગરબામાં ભાગ લઈ શકે તે માટે શહેર પોલીસની અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ ફરજ બજાવી રહી છે. મહિલાઓ છેડતી કે કોઈપણ જાતનું જોખમ અનુભવે ત્યારે ૧૮૧ નંબર પર કોલ કરીને મદદ લઈ શકે છે. અભયમ્ ટીમની સેવા ચોવીસ કલાક ચાલુ હોય છે.
નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને આ ટીમ ગરબા સ્થળે, આજુબાજુના વિસ્તારમાં ફરજની સાથે પેટ્રોલિંગ પણ કરી રહી છે, જેથી કોઈ અઘટિત બનાવ બને નહીં.
મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગૃહ વિભાગે ખાસ કરી મહિલાઓને ગરબામાં પરિચિત ગ્રૂપ સાથે રહેવા, કોઈ અજાણી વ્યક્તિ સાથે નાસ્તો કે પીણું ન પીવા અને વધુ વ્યક્તિની અવરજવર હોય તેવા રસ્તેથી જવા સૂચના આપી છે. અભયમ્ સેવાઓ ઝડપથી મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અભયમ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ