નવરાત્રી તથા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો હેતુ તહેવારો દરમિયાન લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો છે.
અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે આ ઝૂંબેશ હેઠળ દૂધ અને દૂધનાં ઉત્પાદનો, મીઠો માવો અને બરફી, ખાદ્યતેલ સહિતના ખાદ્ય પદાર્થોની વિશિષ્ટ ચકાસણી હાથ ધરવામાં આવી છે. પાટણ જિલ્લામાંથી આ વિશેષ ઝુંબેશના ભાગરૂપે છેલ્લા અઠવાડિયામાં કુલ 23 એન્ફોર્સમેન્ટ નમૂનાઓ અને 46 સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યા છે. ઉપરાંત, 32 વિવિધ પેઢીઓની ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઔષધ નિયમન તંત્રની કચેરી, દ્વારા પાટણ અને સિદ્ધપુરમાં ખોરાક વેચાણકર્તાઓ માટે નોંધણી અને લાયસન્સ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 29 ખોરાક વેચાણકર્તાઓને લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 11, 2024 8:08 એ એમ (AM)