નવરાત્રીના સમયે જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ છે. બપોરે અમરેલીના રાજુલા અને જાફરા બાદ તેમજ કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.. માંડવી મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામ વિસ્તારમાં વરસાદી ઝાપટા જ્યારે અબડાસાના બોહા અને મોટા કરોડીયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ગીર સોમનાથના કોડીનાર માં પણ મુશળધાર વરસાદ પડતાં કારણે માર્કેટિંગ યાર્ડ ના શેડ નીચે પાણી વહેવા માંડ્યુ હતું. જેને કારણે તત્કાળ ધોરણે વેપારીઓ દ્વારા અનાજ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. બરવાળા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ભરુચ જિલ્લામાં તોફાની વરસાદ વરસ્યો હતો. આમોદ પંથકમા વીજળીના કડાકા ભડાકા સાથે ફુંકાયેલા વાવાઝોડાએ ગામડાઓમાં ભારે વિનાશ વેર્યો હતો.. ગામડાઓમાં અનેક મકાનોના છાપરાં ઉડી દૂર સુઘી ફંગોળાયા વૃક્ષો તથા વીજ પોલ ધરાશાયી થયાં હતા..
બીજીતરફ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણા સંથ્ળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવી છે. જ્યારે સૌરાષ્ટનરા દરિયાકાંઠના જીલ્લાઓ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા દર્શાવી છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:26 પી એમ(PM) | વરસાદ