નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન આજે સવારે કરાયું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે મંદિર વહીવટદાર તેમજ મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું.
નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદના જય ભોલે જૂથ અમદાવાદ દ્વારા ગુજરાતના નવ શક્તિ મંદિરોમાં અષ્ટ ગંધાષ્ટકમ અત્તર અર્પણ કરાયું હતું.
લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર ધામ ખાતે નવરાત્રી દરમિયાન પદયાત્રીઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પાંચ હજારથી વધુ પદયાત્રીઓએ લાભ લીધો હતો.
ભાવનગરમાં પાર્થ યુવા મડંળ તેમજ વિકલાંગ ક્રાંતિ સંગઠન ભાવનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે એક દિવસીય નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 5 ઑક્ટોબરના રોજ આયોજીત આ ગરબા ઉત્સવમાં પેરાલિમ્પિયન ખેલાડી સોનલ પટેલ ઉપસ્થિત રહેશે.
તો જિલ્લાના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા નવરાત્રી પ્રસંગે ભક્તિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજથી શરૂ કરીને 11 ઑક્ટોબર દરમિયાન અક્ષર વાડી ખાતે વિવિધ વિષયો પર પ્રવચનો, સાંસ્કૃતિ કાર્યક્રમો ઉપરાંત વિવિધ પ્રકારના આયોજનો થશે.
તો આજથી રાજપીપળાના હરિસદ્ધિ માતા મંદિર ખાતે નવદિવસીય નવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. હરસિદ્ધિ માતાનું આ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઇ.સ 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું.
તો ડાંગના મુખ્ય મથક આહવાની પોલીસ કચેરી ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં ઘરેલું હિંસા, મતદાન જાગૃતિ અભિયાન, બાળકોના જાતીય શોષણ અટકવવું, અંધશ્રદ્ધા નાબુદી, નશા મુક્તિ નાબુદી, ટ્રાફિક, સાઇબર ક્રાઇમ, તેમજ રોજગાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 7:51 પી એમ(PM)