ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 4, 2024 3:14 પી એમ(PM) | ગુજરાત પોલીસ

printer

નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની, ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરી

નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની, ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. અવાવરુ જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેમને મદદ પણ કરવામાં આવશે.
નવરાત્રી પર્વ દરમ્યાન તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલરૂમમાંથી CCTV કેમેરા દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે. જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી દરમ્યાન તમામ શહેર-જિલ્લા ખાતે ૫ હજાર ૧૫૨ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ