નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એક યાદીમાં જણાવ્યું છે કે, 11 ઓક્ટોબર સુધી મેટ્રો સેવા રાત્રે 10 વાગ્યા પછી પણ પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં દરેક સ્ટેશનેથી 20 મિનિટના અંતરે ઉપલબ્ધ રહેશે. થલતેજ, વસ્ત્રાલ ગામ, મોટેરા સ્ટેડિયમ તથા એપીએમસીથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિનાં બે વાગ્યા સુધી રહેશે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 3:43 પી એમ(PM)