નર્મદા નદીના પાણીનો લાભ હવેથી કચ્છ જિલ્લાના અંતરીયાળ ગામડાના ખેડૂતોને પણ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાઓ સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે 2 હજાર 6 કરોડ રૂપિયાનું ફંડ પણ મંજૂર કર્યું છે. આ યોજનાથી 127 ગામડાના લગભગ 2 લાખ લોકોને લાભ મળશે અને 1 લાખ 57 હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:13 એ એમ (AM) | નર્મદા