નર્મદા જિલ્લામાં પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ યોજાયો.
આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના 23 આઈકોનિક સ્થળો ખાતે વિકાસ સંવાદ કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના આંગણે આવેલા વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્યના પ્રોઢશિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેર ડીંડોરની ઉપસ્થિતિમા મહા સંવાદ કાર્યક્રમ સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો હતો. કાર્યક્રમ શરૂ થતાં પૂર્વે SOUનાં CEO ઉદિત અગ્રવાલે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2024 3:10 પી એમ(PM)