નર્મદા જિલ્લાના બે તાલુકા નાંદોદ અને ડેડીયાપાડામાં હાથીપગાના કેસો નોંધાયા છે. જોકે આ રોગનો ચેપના ફેલાય એ માટે ફાઈલેરિયા (હાથીપગા) નર્મદા મુક્ત બનાવવા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત 10થી 12 ફેબ્રુઆરી ત્રણ દિવસ આરોગ્ય કેન્દ્રો દ્વારા ઠેર ઠેર દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ‘ફાઇલેરિયા નિર્મુલન’ અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવ્યો છે. જેમાં નાંદોદ, અને ડેડીયાપાડાના તમામ લોકોને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલ આરોગ્ય કેન્દ્રો દ્વારા દવા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ત્યારે આગામી નર્મદા જિલ્લાનાં નાંદોદ, ડેડીયાપાડા તાલુકામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન સામુહિક દવા ગળાવવા તથા ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીના રોજ મોપઅપ રાઉન્ડ યોજાશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:07 પી એમ(PM) | હાથીપગા
નર્મદા જિલ્લાના બે તાલુકા નાંદોદ અને ડેડીયાપાડામાં હાથીપગાના કેસો નોંધાયા
