નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ બાહેંધરી આપી છે કે રાશન કાર્ડ ધારક ગ્રાહકોને ટૂંક સમયમાં અનાજ અને રાશનનું વિતરણ કરાશે. તહેવારોને જોતા સરકારી અનાજ ગોડાઉનમાં અનાજનો જથ્થો પહોંચી રહ્યો છે. અને તહેવારો પહેલા જ તેનું વિતરણ કરાશે. જિલ્લા પુરવઠા અધિકારી એન. એફ. વસાવાએ જણાવ્યું છે કે ગ્રાહકોને તુવેરદાળ, ઘંઉ, ચોખા, ખાંડ તેલની સાથે તુવેરદાળનું વિતરણ ટૂંક સમયમાં કરાશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:11 પી એમ(PM) | ગ્રાહકો