કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો વિભાગના સંયુક્ત સચિવ અને મહત્વાકાંક્ષી નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં MPLADS એટલે કે, સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાઓ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ.
દરમિયાન પ્રભારી સચિવે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે જરૂરી માળખાકીય સુવિધા અને સૉલાર રૂફટોપ યોજના અંતર્ગત આગામી સમયમાં હાથ ધરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના અનુદાનમાંથી અને CSR પ્રવૃત્તિ હેઠળ અનેક કાર્ય થઈ રહ્યાં છે. ત્યારે વિદેશમંત્રી દ્વારા દત્તક લેવાયેલા 5 ગામમાં ભૌતિક સુવિધા પ્રદાન કરવાના કાર્યોની સમીક્ષા કરવામાં આવી.
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:11 એ એમ (AM) | કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર