નર્મદાના એકતાનગર ખાતે 30 અને 31મી તારીખે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે. ત્યારે તેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
રાષ્ટ્રીય કક્ષાના આ બે દિવસીય કાર્યક્રમ માટે રંગરોગાન, રોશની, હોર્ડીંગ્સ-બેનર, રસ્તાની બાજુમાં લગાવી દેવામાં આવ્યા છે. રોડ રસ્તા- સર્કલના બ્યુટીફિકેશન, કલાત્મક મૂર્તિઓ અને સુશોભનથી સજાવવામાં આવી રહ્યા છે. રોડ અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા સફાઇ પણ પુરજોશમાં કરવામાં આવી રહી છે. કાર્યક્રમ-આયોજનને આખરી ઓપ આપવા વિવિધ સમિતિના અધિકારીઓ તૈયારીઓમાં જોડાઇ ગયા છે.