નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો. 13 ફેબ્રુઆરી સુધી યોજાનારા અભિયાન અંગે શ્રીમતી દેશમુખે કહ્યું, “રક્તપિત્તથી પીડાતા લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને આ અભિયાન દ્વારા સંદેશ અપાય છે.”
વહેલા નિદાન, નિયમિત અને પૂરતી સારવાર થકી રક્તપિત્ત મટી શકે છે તેમ જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 30, 2025 3:32 પી એમ(PM) | નર્મદા
નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો
