કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા એક દાયકામાં સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં સુધારો કરવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવીને દેશના આરોગ્ય માળખાનું ઉત્થાન કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રાથમિકથી તૃતીય સ્તર સુધી આરોગ્ય માળખામાં સુધારો કરવામાં આવ્યો છે. તેઓ આજે હરિયાણામાં હિસાર ખાતે મહારાજા અગ્રસેન મેડિકલ કોલેજ કેમ્પસમાં મહારાજા અગ્રસેનની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા.
Site Admin | માર્ચ 31, 2025 7:38 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી
નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા એક દાયકામાં આરોગ્ય માળખાની કાયાપલટ કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
