નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકે અને દેશનાં પ્રધાનમંત્રી તરીકેનાં 23 વર્ષનાં કાર્યકાળમાં રાજ્યએ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. રાજ્યએ વીજ ઉત્પાદનમાં કુલ 52 હજાર 424 મેગાવોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરી છે, જેમાં 50 ટકાથી વધુ એટલે કે 25 હજાર 472 મેગાવોટ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. આ સીમાચિહ્ન હાંસલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. દરમિયાન આવતીકાલે સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરાશે.
જિલ્લાનાં ચુડા તાલુકાના ચાર ગામોમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. વિકાસ પદયાત્રામાં પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહેશે.ભાવનગર જિલ્લાની સનેસ ગ્રામ પંચાયત દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાનો મેડિકલ નિદાન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 125 કરતા વધારે દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું. વિકાસ સપ્તાહ અંતગર્ત છોટાઉદપુર જિલ્લાના 6 તાલુકાની ગ્રામપંચાયતોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળના પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 200થી વધુ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પોષણ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમાં પીડિયાટ્રિક ડોક્ટર્સ, RBSK ટીમ અને NRC ટીમ દ્વારા 5 વર્ષ સુધીનાં ઓછા વજન વાળા અને ખોડખાપણ વાળા બાળકોની તપાસ કરવામાં આવી.
Site Admin | ઓક્ટોબર 13, 2024 7:36 પી એમ(PM)