રાજ્ય સરકારે શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતાં નુકસાનને નિવારવા સમારકામ માટે ૧૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી માટેના કામો હાથ ધર્યા છે..
જેમાં અ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને ૧ કરોડ રૂપિયા, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ ૮૦ લાખ રૂપિયા, ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને ૬૦ લાખ રૂપિયા અને ‘ડ’ વર્ગની ૪૫ નગરપાલિકાઓને પાલિકા દીઠ ૪૦ લાખ રૂપિયાની ફાળવણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે ૮૧૦ કરોડ રૂપિયાથી વધારાની ગ્રાન્ટ ફાળવી છે.