કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિદ્યાર્થીઓને માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્યલોકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે. મુંબઈમાં રાષ્ટ્રીયધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા માર્ગ સલામતી અભિયાન 2025 ની ‘સુરક્ષા રીલોડેડ’ કાર્યક્રમને સંબોધતા, શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે પાછલા વર્ષોમાં માર્ગ અકસ્માતોનીસંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. સત્તાવાર આંકડા જાહેર કરતાં તેમણે કહ્યું હતું કે 10,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બાળકો નિયમોનું પાલન કરવાનીપ્રતિજ્ઞા લેશે, તો તેઓ પોતે અને અન્યને પણ સુરક્ષિત રાખશે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:34 પી એમ(PM)