ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 5:53 પી એમ(PM) | એસ.ટી નિગમ

printer

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં અગામી તારીખ ૨૭મી ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ  દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની નિયમીત સેવાઓ ઉપરાંત વધારાની ૨૫૦ જેટલીટ્રીપો ચલાવવાનું આયોજન કરાયું છે.. હાલમાં જે – તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ૮૫ જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિતકરવાની માંગણી મળેલી છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ