ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યયમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે આ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે.રાજ્ય સરકાર દ્વારા ધુળેટીની રજા 14મી માર્ચના રોજ જાહેર કરાતા હવે 17મી માર્ચના રોજ સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃતના વિષયની પરીક્ષા યોજાશે.બોર્ડ દ્વારા જાહેર કરાયેલી અન્ય એક યાદી અનુસાર ધોરણ નવના વિદ્યાર્થીઓની પ્રખરતા શોધ પરીક્ષાના આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ દસમી ડિસેમ્બર એટલે કે આજે હતી,તે લંબાવીને હવે 13મી ડિસેમ્બરની કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 10, 2024 7:37 પી એમ(PM) | સામાન્ય પ્રવાહ
ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે 13મીના બદલે 17મી માર્ચે પૂર્ણ થશે
