ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેનાં કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે.
ખેડુત પાસેથી જમીનની ખરીદી કરાવીને ઉંચા ભાવે સાધુને વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઇ છે. આ સંગઠિત ગેંગ દ્વારા સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ આદેશ આપ્યો છે. આ પ્રકારનાં કિસ્સામાં તલસ્પર્શી તપાસ થાય અને ગેંગના તમામ સભ્યોને કડકમાં કડક સજા થાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ વિરમગામ ટાઉન, નારણપુરા, વરાછા, ધંધુકા, સાબરકાંઠા, સુરત, વઢવાણ સહિતના પોલિસ સ્ટેશનમાં નોંધાઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 7:12 પી એમ(PM)