પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”માં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું, ‘આ અભિયાન થકી સમાજને આશ્ચર્યચકિત કરી દેનારા પરિણામ મળ્યા છે, જે ઘણા જ પ્રેરણાદાયી છે.’ તેમણે ઉંમેર્યું કે, ‘દેશની હજારો વિદ્યાલયમાં પણ ઘણા ઉત્સાહથી લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.’ પ્રધાનમંત્રીએ તેલંગાણાના કે. એન. રાજશેખરનું ઉદાહરણ આપતા કહ્યું કે, શ્રી રાજશેખરે દોઢ હજારથી વધુ વૃક્ષ વાવ્યા છે. વૃક્ષારોપણ અંગે ગુજરાતે બનાવેલા વિક્રમનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:12 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી