ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 30, 2024 2:35 પી એમ(PM) | ગંગા નદી

printer

ધર્મનગરી કાશીમાં સોમવતી અમાસ નિમિત્તે આજે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી

ધર્મનગરી કાશીમાં સોમવતી અમાસ નિમિત્તે આજે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ગંગા સ્નાન બાદ શ્રદ્ધાળુઓ મહિલાઓએ પીપળાના ઝાડની પરિક્રમા કરી જળ અર્પણ કર્યા બાદ શિવમંદિરોમાં પૂજા-દર્શન કર્યા હતા. પ્રાચીન દશાશ્વમેઘઘાટ, શીતળા ઘાટ, અહિલ્યાબાઈ ઘાટ, માનમંદિર ઘાટ, પંચગંગાઘાટ, અસ્સી ઘાટ પર સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી છે.
શિવ આરાધના સમિતિના સંસ્થાપક ડૉક્ટર મૃદુલ મિશ્રએ જણાવ્યું કે, સનાતન ધર્મમાં સોમવતી અમાસનું ઘણું મહત્વ છે. સોમવતી અમાસ પર ગંગા સ્નાનથી પુણ્ય તો મળે જ છે. જીવનના તમામ કષ્ટ પણ દૂર થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને હજારો અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પણ મળે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ