દ્વારકા કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલ્ટી જતાં 21 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તમાંથી વધુ ઇજાગ્રસ્ત સાત જેટલા મુસાફરોને સારવાર અર્થે ખંભાળીયા ખસેડવામાં આવ્યા હતા.
આ ખાનગી બસમાં 56 લોકો હતા જેઓ અમદાવાદના રખિયાલના સ્થાનિકો હતા જેઓ દ્વારકા દર્શને આવતા હતા ત્યારે અચાનક વળાંક પર ડ્રાઈવર એ સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલ્ટી મારી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી મેડિકલ ઓફિસર ડો. નિહાર ચોહાણે જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 4, 2025 3:07 પી એમ(PM)