દોહામાં રમાઈ રહેલી એશિયન જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં, માર્ટિના દેવીએ ગઈકાલે મહિલાઓની જુનિયર 87 કિલોગ્રામથી વધુ વજન શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. તેમણે કુલ 225 કિલો વજન ઉઠાવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમને ક્લીન અને જર્ક પ્રદર્શન માટે રજત ચંદ્રક અને સ્નેચ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્નેચ, ક્લીન અને જર્ક માટે વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અલગથી ચંદ્રક આપવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 10:34 એ એમ (AM)