દેશ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતામંગેશકરને તેમની 95મીજન્મજયંતિ પર સ્મરણાંજલિ અર્પી રહ્યો છે. 28મી સપ્ટેમ્બર 1929ના દિવસે જન્મેલા લતા મંગેશકરે 70વર્ષથી વધુની નોંધપાત્ર કારકિર્દી દરમિયાન બહુવિધ ભાષાઓમાં 25,000થી વધુ ગીતો ગાયા હતા. ભારત રત્ન પુરસ્કાર મેળવનાર ગાયિકા લતામંગેશકરનું 6 ફેબ્રુઆરી 2022નારોજ મુંબઈમા અવસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોસિયલ મીડિયાના માધ્યમથી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે લતા મંગેશકર તેમના ભાવપૂર્ણગીતોને કારણે લોકોના હૃદયમાં તેમનું સ્થાન હંમેશા જાળવી રાખશે. શ્રી મોદીએ કહ્યુંકે તેઓનો સ્નેહ અને આશીર્વાદ મેળવીને તેઓ ધન્યતા અનુભવે છે. તેમણે લતા મંગેશકરનાભાઈ હૃદયનાથ મંગેશકર દ્વારા લખાયેલ એક લેખ પણ શેર કર્યો છે જેમાં લતા મંગેશકર અને શ્રી મોદી વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરવામાંઆવ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 2:26 પી એમ(PM)
દેશ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતામંગેશકરને તેમની 95મીજન્મજયંતિ પર સ્મરણાંજલિ અર્પી રહ્યો છે
