આજે રાષ્ટ્ર 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની આગેવાની કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે.
કર્તવ્યપથ ખાતે પ્રસ્તુત થનાર પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી પરાક્રમનું અનોખું મિશ્રણ હશે, જેમાં બંધારણના અમલીકરણના 75 વર્ષ અને જનભાગીદારી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસની પરેડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એક ઔપચારિક માર્ચ પાસ્ટ દરમિયાન સલામી લેશે, જેમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, સહાયક નાગરિક દળો, NCC અને NSS ના એકમો શામેલ હશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
ઇન્ડોનેશિયાથી 160 સભ્યોની માર્ચિંગ ટુકડી અને 190 સભ્યોની બેન્ડ ટુકડી પરેડમાં ભાગ લેશે. વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાંથી એકત્રીસ ટેબ્લો ભાગ લેશે, જેમાં “સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ” થીમ દર્શાવવામાં આવશે. આ કાર્યક્રમ 47 વિમાનો દ્વારા ફ્લાયપાસ્ટ સાથે સમાપ્ત થશે. રાષ્ટ્રપતિએ મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે આમંત્રણ સ્વીકારવા બદલ શ્રી સુબિયાન્ટોનો આભાર માન્યો હતો.
Site Admin | જાન્યુઆરી 26, 2025 8:51 એ એમ (AM) | 76મા પ્રજાસત્તાક દિવસ
દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે- રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મૂ નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક ઉજવણીનું નેતૃત્વ કરશે.
