દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. પ્રજાસત્તાક દિવસની પરેડની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પરેડમાં સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો, સહાયક નાગરિક દળો, NCC અને NSS ના એકમોની સલામી ઝીલશે.
આકાશવાણી અને દૂરદર્શન પર આજે નવી દિલ્હીના કર્તવ્ય પથથી 76માં પ્રજસત્તાક દિવસની પરેડનું જીવંત પ્રસારણ કરાશે. આ પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટરર્કની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ – વેવ્ઝ પર પણ કરાશે.
Site Admin | જાન્યુઆરી 26, 2025 8:02 એ એમ (AM) | 76મો પ્રજાસત્તાક
દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે – રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે તાપી ખાતે કરાશે.
