દેશવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 15 લાખથી વધુ છોડનું વાવેતર થતાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. 37 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 29 કરોડ 37 લાખથી વધુ છોડના વાવેતરનો નવો વિક્રમ સ્થાપિત થયો છે.
રાજ્યના વન મંત્રી મુળૂભાઈ બેરાએ કહ્યું, ગ્રામ્ય વિસ્તારમાં 57 લાખ 26 હજાર, શહેરી વિસ્તારમાં એક લાખ એમ કુલ 58 લાખ 29 હજાર છોડના વાવેતર સાથે આ અભિયાનમાં સુરત જિલ્લો રાજ્યમાં પહેલા ક્રમાંકે છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 3:15 પી એમ(PM)