ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે :આરોગ્ય મંત્રી જેપી નડ્ડા

આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે અને સરકારે આગામી બે વર્ષમાં આવા દસ હજાર વધુ કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે.રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કામગીરીપર ચર્ચાનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે, જનઔષધિ કેન્દ્રોમા અત્યંત વાજબીભાવે દવાઓ ઉપલબ્ધ હોવાથી દર્દીઓએ અત્યાર સુધી 30 હજાર કરોડ રૂપિયાની બચત કરી છે. આરોગ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, 2017માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય આરોગ્યનીતિ સર્વગ્રાહી નીતિ છે, જેમાં જેમાં ઉપશામક, ઉપચારાત્મક, પુનર્વસન અનેનિવારક અભિગમો જેવા ઘટકો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ