ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 11:44 એ એમ (AM)

printer

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે.

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે.
ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી.
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કરનાલમાં આયોજિત ‘તિરંગા યાત્રા’માં ભાગ લીધો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા શહેરના વિવિધ ચોકમાંથી નીકળ્યા હતા. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જયપુરમાં આયોજિત ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓના કારણે જ દેશ અખંડ અને અવિભાજિત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ