દેશમાં વર્ષ 2023-24માં કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન નોંધાયું છે. વર્ષ 2022-23માં 893.191 મિલિયન ટનની સરખામણીએ વર્ષ 2023-24માં કોલસાનું ઉત્પાદન 997.826 મિલિયન ટન કોલાસાનું ઉત્પાદન થયું છે. જે 11.71 ટકાનો વધારો દર્શાવે છે.
કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દેશમાં આ મહિનાની 15મી તારીખ સુધી લગભગ 963.11 મેટ્રિક ટન કોલસાનો પૂરવઠો પૂરો પડાયો છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, ‘આત્મનિર્ભર ભારત’ હેઠળની પહેલોને કારણે ઘરેલૂ કાચા કોકિંગ કોલસાનું ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં 140 મેટ્રિક ટન સુધી પહોંચવાની શક્યતા છે. વર્ષ 2023-24માં આ પ્રકારના કોલસાનું ઉત્પાદન 66.821 મિલિયન ટન નોંધાયું છે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 2:02 પી એમ(PM)