કેન્દ્ર સરકારે ગઈકાલે કહ્યું, તેઓ મંકીપૉક્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બિમારીને પ્રસરતા રોકવા અને અંકુશમાં લેવા માટેની તૈયારી અને સાવચેતીના ઉપાય પણ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું, ભારતમાં અત્યાર સુધી મંકીપૉક્સનો એક પણ કેસ નોંધાયો નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં ગઈકાલે આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી., જેમાં સૌથી વધારે સાવચેતીના પગલાં લેવા અંગે નિર્ણય લેવાયો હતો.
સ્વીડન અને પાકિસ્તાનમાં મંકીપૉક્સના કેસના રિપોર્ટ આવ્યા બાદ આ ચેપી રોગના નિષ્ણાતોએ આરોગ્ય અધિકારીઓ સાથે ભારતના મુખ્ય હવાઈમથક પર આ બિમારીની તપાસ શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો.